કાચી સેકન્ડમાં દિવસ ઊગે ને આથમે
એવામાં તારી વાટ કોઈ ક્યાં સુધી જુએ
એકાંત સાચવી અને કોઠારમાં મૂક્યું
વપરાય રોજ થોડું ને આખું વરસ ટકે
રખડી રહ્યો એ બાથમાં તૂટેલું સ્વપન
લઈ શોધે છે એવું કોઈ જે એને સમું કરે
ચશ્માં છે દૂરબીન કે જોઇ શકું છું
હું મારો અવાજ કેટલે આઘે સુધી ઊડે
રાખી છે ઓશિકા નીચે મેં હૂંફ એમની
માઠા વિચાર સ્હેજ પણ આવે નહીં હવે
- કુલદીપ કારિયા
No comments:
Post a Comment