નાવડી પ્રેમની સરકતી જાય છે
જિંદગી સ્મિતથી મલકતી જાય છે
પ્રભુને હાથ જોડી હવે ન ડરતો,
બંદગી પ્રીતથી ધબકતી જાય છે.
મૌનને સાધુતા કેમ પોસાય છે?
જો હવા ગીતથી ફરકતી જાય છે.
છે ઘણા કારણો સફળતાના હજી !
નિષ્ફળતા જીતથી ચમકતી જાય છે.
હો મહેફિલ હવે આંખમાં પણ હજી,
પ્યાલીની રીતથી છલકતી જાય છે.
-કવિ જલરૂપ
No comments:
Post a Comment