ઝીણા ઝરમર ફોરા વરસે,
મન મારૂ ઉમંગે નાચે !
ઝરમર ઝરમર વરસે મેહ,
વન વગડે મોર બોલે ટેહ.
પ્રભાત ની આછી ઓઢણી પહેરી,
આવી ચડી ત્યા પવન ની લહેરી,
પક્ષીઓ વળી કલરવ કરતા, તો,
ખેડુતો પણ ત્યા ગાડા ભરતા
આભલડા મા વીજળી ઝબુકીં,
બાળકો પણ, ઉમટ્યા મન મુકીં,
ભીંજાતી ઓઢણી એ પાણી ભરતી,
એજ ગામ તણી સુ-નારી હતી.
ક્યારેક છયડી તો ક્યારેક તડકીં,
આવી ચડતા રે,ઢોર પણ ભડકીં,
'ભગી' મનોમન ખુબ હરખાય !
કેવો જોને ઝરમર મે વરસાય ..
- ભગીરથ ભટ્ટ
No comments:
Post a Comment