કાંઇ સમજાતું નથી મારું બેટું... કે કેમ હજી ચોમાસું ચારવેંત છેટું !
ઃ કાંઇ સમજાતું નથી....
કેરળ ને કર્ણાટક રાજ્ય ઉપર સ્થિર થઇ
ગુંગળાવે આખા ગુજરાતને !
ઓચિંતા ચાર-પાંચ છાંટા આવે તો સૌ
જાકારો આપે લૂ- ની નાતને !
આખ્ખુંયે ભારત હોય એના તાબામાં અેમ
મૂંછ મરડે તડકાનું ટેંટું.....
ઃ કાંઇ સમજાતું નથી.....
સૂરજની ફરતો અેક મેેઘધનું જોવાની
દોમદોમ ઈચ્છાઓ નીતરે !
વાદળાંને નીચોવી ફુગ્ગાની જેમ આ
વાયરોય અકળામણ ચીતરે !
હાંફેલો જીવ ન્હાય પરસેવે : તોય મન
ઘેટાંની જેમ ઊંઘરેટું......
ઃ કાંઇ સમજાતું નથી......
- દાન વાઘેલા
No comments:
Post a Comment