વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
ને જેઠી બીજ ગરજે તો
એને ગરજતી બંધ કરી શકાય?
હોળી ની ઝાળ
આપણે ધારી તે દિશે શું
ફરફરાવી શકાય ?
ને ફરફરતા ગિરનારી પવનનાં
રૂખને આપણાં થી બદલી શકાય
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?.....
વાદળો નું સાવ એવું
વરસ્યા તો વરસ્યા
નહીં તો આમ થી તેમ દૌડ્યાં,
એમને કેમ આપણી ભાષા સમજાવાય ?
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?...
ને
આપણે તો બસ
સાવ કોરાકટ રહી ને
ન વરસતાં
ન આપણી વાત સમજતાં
વાદળો સામે
જોયાં જ કરવાનું
જોયાં જ કરવાનું...
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
-મુકેશ મણિયાર
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Wednesday, July 20, 2016
વરસાદ ન આવે તો....- મુકેશ મણિયાર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment