ભીના સ્પર્શની ધાર તીણી અડે છે,
પછી આભ યાદોનું વરસી પડે છે.
નથી એક પણ ઉદાસી મારા મુખે,
ભલેને હસે હોઠ હૈયું રડે છે.
પરસ્પરના વિશ્વાસની છે પરિક્ષા,
અવિશ્વાસનો તો અહમ આ નડે છે.
ન તો છે નમાજમાં, ન છે આરતી માં,
ઇશ્વર તો તમારી ભીતરમાં જડે છે.
-દિલીપ વી ઘાસવાળા
No comments:
Post a Comment