જિંદગીએ મુજને એવી રીતથી લૂંટ્યો હતો ;
જેમ કાળી રાત કોઈ તારલો તૂટ્યો હતો!
મયકદામાં જઈ તરસને હું છીપાવી ના શક્યો ;
ભીડ ત્યાં જામી હતી ને જામ પણ ખૂટ્યો હતો!
અય, જગત! નાટક શરમથી આમ ના મસ્તક નમાવ ;
દોષ તારો શું કે જ્યાં મારો ખુદા રુઠ્યો હતો!
રંગ મારો જોઈને સળગી રહી છે આંખ બે ;
જેમણે મહેંદી સમો મુજને સતત ઘૂંટ્યો હતો!
' દાન ' એવું ફૂલ છું હું કોઈ સુક્કા છોડનું ;
કે ન'તો ખિલ્યો, છતાંયે મેં મને ચૂંટ્યો હતો!
-દાન વાઘેલા
( " જઠરાગ્નિ " માંથી સપ્રેમ...)
Special Thanks to Dipak Bagda
No comments:
Post a Comment