જોતજોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા,
પોતપોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
કીડીઅો ભેગી મળી વાતો કરે છે કાનમાં,
અેક છોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
કાંઇપણ બોલ્યા વગર અે સાંભળે છે સર્વને,
મૂક શ્રોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
પીંજરું છોડ્યું પરંતુુ ઊડતાં ન આવડ્યું,
વ્યર્થ તોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
છેક છેવાડે ઊભેલો અેક જણ બોલી ઊઠ્યો,
હા, મસોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
-હરજીવન દાફડા
No comments:
Post a Comment