તું બહુ જબરી
ડૉ. ભાવેશ જેતપરિયા
તું બહુ જબરી ભરવાડણ સમ ભોળી
કરતી એંઠાં બોરાં
તોય પરભુજી ઓરા
રાહે પડ્યા કંટકને હડસેલી
ફરતી ઘેલી ઘેલી વાટ સંકોરી
પડોજણિયું વરવું કાઢી
સ્મરણ જંતેડું લઈ બેસી ગઈ એકનોરી
બોરડી તળે મૂળિયાં સુધી પેસી જઈને
સમરસ સીંચ્યા કાગળ કોરા
તું બહુ જબરી....
લોહ થાંભલે હાર નહિ, ના માગું ત્રાગું
ના ઉહકારા કે લવકારા મનથી;
ના વેરાવું ના તળાવું પડવું ટેકરીએથી
છૂટવું પાન ખરે સમ ટપ દઇને તનથી.
વનવન ભમતા આવી પૂગ્યા સ્વયં
પગપાળા સીધા ઝૂંપડીએ ઝીકોરા.
તું બહુ જબરી......
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
Stay connect with morpichh
No comments:
Post a Comment