જિંદગીભર ચાલશે આ મૌન મારું કેમ તોડું ?
તુટશે યા તારશે આ મૌન મારું કેમ તોડું ?
રોજ કેવું ,કેટલું હું બોલતી પણ કોણ સમજે
વાત મારી માનશે આ મૌન મારું કેમ તોડું ?
મૌનની આ વેદના જાણે ન કોઈ વાત મારી
એક સીમા રાખશે આ મૌન મારું કેમ તોડું ?
મૌનની પીડા કહું કે ચુપ રેવું શાણપણ છે
સાચ ને દર્શાવશે આ મૌન મારું કેમ તોડું ?
કેમ મારો પ્રિયજન જાણી શકે ના વાત મનની
લાગણીને ચાહશે આ મૌન મારું કેમ તોડું ?
- ભારતી ગડા
No comments:
Post a Comment