તરહી પંક્તિ કવિ શ્રી ગફુલ રબારી"ચાતક" સાહેબ
જનેતાની હથેળી પણ ગુલાબોની પથારી છે.*
ચઢી એરણ પડ્યા'તા ઘા,હથોડાથી મઠારી છે.
પ્રથમ થઇ એ વહાલી માવતરની પ્રિય આત્મા તે,
સમજની ખાણ આપી,કોઈ દેવીને ઉતારી છે.
લઈ ફેરા વરી વરને,વચનને જે રહી વળગી,
નમી ઊભી સહી પીડા, પિતાનું ઘર ઉજારી છે.
બની મા આજ થૈ ઘેલી, હતી જ્યાં આસુંની હેલી,
દરદ સ્હેતી ગળે ચાંપી, મને આપી ઉધારી છે.
છવાયા જ્યાં અધિક, સંકટ હતા સૌ બેખબર ત્યારે
બની ઝાંસી ધરી તલવાર,અંતિમ પળ ઉગારી છે.
-શીતલ ગઢવી"શગ"