આંખે આવી જાતા પાણી
શબ્દો ફુટે જેમ વીરડેે ફુટે છે સરવાણી
ખીંટી પર ઠાલી ઝુલે છે અેક અટુલી ગોફણ
અને પણે દર્પણને કેવળ તિરાડોથી સગપણ
બૂઝાયેલા દીવાની કો' કથવી કેમ કહાણી
આંખે આવી જાતા પાણી
વૃક્ષ ઘટા ઘેઘુર હતુની પાંખી લાગે છાયા
સમણાં તો આકાશે આંબ્યા ના ધરતી પર પાયા
ખાલી ખાલી હવે હવેલી,ના રાજાના રાણી
આંખે આવી જાતા પાણી
મઘમઘતા ફૂલોઅે અોઢી,અેક અોઢણી તાણી
લાગણિયુંને ફુલ ફુૂટ્યાંની દંતકથા સરજાણી
આંખ બોલવા લાગી ગઇ,ને મૌન બની ગઇ વાણી
આંખે આવી જાતા પાણી
શબ્દો ફુટે જેમ વીરડેે ફુટે છે સરવાણી
વિપુલ પંઙયા 'સહજ'
No comments:
Post a Comment