ચૂંટણીના ખેલ જીતી, મોજમાં આવી ગયા,
લ્યો, ગરીબો છેતરાઈ રંગમાં આવી ગયા..
જાદુ કર્યો ઝાકળો ના સ્પર્શથી કે શું કહું..
ફૂલ મધુવનમાં ફરી જો ગેલમાં આવી ગયા.,
પ્રીત કેરી સાંકળોથી મોહમાં થઈ આંધળી,
જો પ્રણય પણ વાસનાના વ્હેમમાં આવી ગયા..
છળ કરીને કર્મનું નાટક મૂકી દે તું હવે,
જો ,અરીસા જુઠું બોલી કાચમાં આવી ગયા..
દોગલા એ કાંચળો જો ઓઢયો એષણાનો,
સત્યથી તદ્દન જુદા એ, ખેલમાં આવી ગયા..
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment