*ગાલગા ગાગાલગા ગાગાલગા*
શક્યતા, મળશે બધું એ પણ નથી,
તું કે, મારા ભાગ્યમાં એક કણ નથી?
ડામ આપ્યા તેં ઘણાં નાસૂર છે,
ના રુઝે એવાં જગતમાં વ્રણ નથી.
પ્રેમની આંધી ઉઠે જે દિલ મહીં,
ત્યાં હવે કોઈ વિરહનું રણ નથી.
મારુ તું સ્વીકાર કર એક્લા પણું,
બીજુ તો તારા સિવા વળગણ નથી.
આપણી, દુનિયા ભલે દુશ્મન થતી,
હોય તું સાથે ; તો કો' અડચણ નથી.
*કાજલ કાંજિયા "ફિઝા"
*
No comments:
Post a Comment