*ગઝલ*
શ્વસોની ઘૂંટન કોણે સમજી?
ને તારી ઊણપ કોણે સમજી?
લાગું લોકોથી ઘેરાયેલી,
યાદોની ચૂભન કોણે સમજી?
ના બોલે તેને નવ ગુણ દીધા,
હૈયાની ઉલજન કોણે સમજી?
ક્હું પણ કોને હું મનની વાતો,
મારી દુ:ખતી રગ કોણે સમજી?
રાખ થઇને સળગી છું રાતોમાં,
આંખોની આ શગ કોણે સમજી?
માધવ રમતાં રાધા સંગે એ,
લીલાની પૂનમ કોણે સમજી?
આસુંને પણ મે સુકવ્યા વ્હાલાં,
સમજુંની આ ઘડ કોણે સમજી?
*કાજલ કાંજિયા "ફિઝા"*
*6/7/2017*
No comments:
Post a Comment