વાહ..નો એક ખિતાબ આપ મને,
સાચનો પણ ગવાહ આપ મને.
જિંદગી આ નર્યા સવાલ જ છે,
કોઈ ગમતો જવાબ આપ મને.
રોજ આપ્યા ઉધાર જે મેં તને,
એ શબદનો હિસાબ આપ મને.
શસ્ત્ર હું ના ચલાવું શબ્દ થકી,
જીભે એવી લગામ આપ મને.
જિંદગી તો હું માણું રોજ ખરી,
મોતનો પણ દિદાર આપ મને.
જખ્મો હું હજાર સાચ્વી લઉં,
તું ખુશીનો નકાબ આપ મને.
હું સમંદર ક્યાં માંગું છું ય હવે,
જાજું નહીં પણ જરાક આપ મને.
આંખમાં કોઈને ના ખૂંચે કદી,
શર્મનો એ લિબાઝ આપ મને.
તું સુરાલયને રાખ તારી કને,
પ્રેમનો એક કરાર આપ મને.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment