એક બે ભાવ હોત તો કે'ત,
હું તો લાગણીનો દરિયો છું.....
મૌન એ જ મારી વાચા,
શબ્દો મારા સાથી સાચા,
હું સાહીનો ભરેલો ખડિયો છું
હું તો લાગણીનો દરિયો છું......
સુખ દુ:ખ સાથે સહિયારી મારી,
રંગોથી ભરેલી વાતો પ્યારી,
હૈયે હૈયું ધરી મળ્યો છું,
હું તો લાગણીનો દરિયો છું......
આંખોમાં અધમણ સપનાં ભરી,
મસ્તીમાં મોજે જીવતો રહી,
ખુશીઓમાં પણ રડ્યો છું,
હું તો લાગણીનો દરિયો છું.......
એક બે વાત હોત તો કે'ત,
હું તો લાગણીનો દરિયો છું......
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment