વસંતની ય અસર આજ તો ગુલાબી છે,
જરા જુઓ તો બધાં ઠાઠ પણ નવાબી છે.
દુવામાં એમ ભળી જાશું જેમ તમ કહેશો,
કહેવું માનો ને, તો વાત સાવ સાચી છે.
ઝખમની ગુપ્તતાં રાખી હતી મેં દુનિયાથી,
બધાંને વાત કરી આગ તેં લગાડી છે.
કમાલ શબ્દ કરે, નામ મારું વ્યાપે છે,
ચહેકતી કવિતા આજકાલ મારી છે.
તેં આસમાની પ્રણય છાવણી મને આપી,
ગજબની એક નવી પ્યાસ પણ જગાડી છે.
કાજલ કાંજિયા "ફિઝા"
No comments:
Post a Comment