દોષ ના દેશો તમે ઊંડે ખૂંપેલી ફાંસને.
મેં જ ઝંખ્યો છે સદાયે એમના સહવાસને.
બસ મને છે આટલી કેવળ તમારી ઝંખના,
જેમ અંધારું સદા ઝંખ્યા કરે અજવાસને
તે છતાં ખૂપે પરિકર,પ્રેમથી બહુ સાચવ્યું,
રોજ અણિયાળી અણી ખૂંપ્યા કરે કંપાસને,
જે વધે છે ,એ કપાતું શોક ના કરવો કશો,
કોઈ માળી બાગમાં કાપ્યા કરે છે ઘાસને,
હુંફનું કોઈ કટર લઈ આવીને કાપો હવે,
નખ વધીને શ્વાસના, વાગ્યા કરે છે શ્વાસને.
- પીયૂષ ચાવડા
No comments:
Post a Comment