ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, July 25, 2015

નરેન

ઝાંઝવા જેને સમજતા હોયને જળ નીકળે
યાદ એની આવતા આખું જીવન પળ નીકળે

જિંદગી આખી ઇશારાથી કરી છે માવજત
એ જ જણ સન્મુખ મળે ને આંસુ ખળખળ નીકળે

જિંદગી તારા વિના સુનકાર લાગે છે મને
ને હકીકતમાં એ શબ્દો સાવ પોકળ નીકળે

કાયમી આધાર છું તારો ફિકર કરતો નહી
દોસ્તની વાણી જરૂરત હોય તો છળ નીકળે

સાવ નક્કર કાળજાની માલિકણ છું ઓ”નરેન”
એ “મહોતરમાની” અંદર મખમલી સળ નીકળે
-નરેશ કે.ડૉડીયા

No comments:

Post a Comment