તારા નયન નિહાળીને,
હું નશામાં ચકચૂર બની છુ......
એ વિશાળ સ્નેહસાગરમાં,
ડૂબવા હું ગાંડીતૂર બની છુ.....
સમાવી લે જલ્દી જ તારા પ્રેમસાગરમાં,
નદીની માફક વેગીલી બની છુ....
તારા એ અમાપ પ્રેમવહેણમાં,
તળિયે પહોંચવા તોફાની બની છુ....
પામવો છે એ સાગરનો ખજાનો,
એમાંનું એક કિંમતી મોટી બની છુ...
વહી રહી છુ એ અનંત રાહે,
મંઝિલ પામવા હું ખુદ રસ્તો બની છુ....
અરે ! ઓ ખુદા મેળવી આપ એને,
એનો પ્રેમ પામવા આજ ગાંડીઘેલી બની છુ.....
- જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment