મૌન થઇ વાતો કલમથી રોળું છું.
વેદનાને કેમ પાછી ખોળું છું?
જાતને જોયા કરું દર્પણ મહી,
ડગ પરત લઇ પાંપણોને ચોળું છું.
ચાંચમાં લઇ ચાંચ પંખી બેસતું,
હું જ બસ એકાંત બેઠી તોળું છું.
થઇ નદી ઘેલી સમંદરને મળી,
રેતમાં તૂટેલ મુક્તક બોળું છું.
ચાંદની ચાંદા તરફ ઢળતી રહી,
અંધકારે જાત મારી ઢોળું છું.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment