વરસે છે વ્હાલ----
સાચી પડી છે આજ સપનાની વાત બધી - --
ઉઘડી ગઈ અધખુલ્લી બારી ,
ભીતરમાં ઝીણીઝીણી ભાત્યું પથરાણી --
જાણે મઘમઘતા ફૂલડાની ભારી ,
જોને થઈ ગઈ કમાલ......
કેવું વરસે છે વ્હાલ.........
એય મીઠું બોલે છે
વ્હાલપથી તોલે છે ,
સારેગમ સૂર સજી મારામાં સરી પડે
નાદની હવેલી એકધારી
જોને થઈ ગઈ કમાલ......
કેવું વરસે છે વ્હાલ.........
મટકુંય મારું નઈ
મારું કઈ ધારું નહી ,
મધમીઠાં નીર એવાં નીતનીત પાયા
કે મથોમથ રંગી અટારી
જોને થઈ ગઈ કમાલ......
કેવું વરસે છે વ્હાલ.........
બળબળતો ઊનાળો
વેઠે ઈ ગરમાળો ,
કંકુનો ચાંદલીયો લાલઘૂમ ચમકે
ને સિઁદુરિયા પગલાં ઉચ્ચારી
----હર્ષિદા દીપક
No comments:
Post a Comment