પાંપણે ઢાળેલ શમણા કયાં જશે
સ્વપ્નમાં ઝુરેલ રમણા ક્યાં જશે
બાગમાં માળી જો હશે સંતરી
તો ફૂલોને છોડી ભમરા ક્યાં જશે
શિખરે થીજેલ સઘળો આ બરફ
પીગળી વ્હેશે ના,ઝરણાં ક્યાં
જશે
ભીતરે લાવા વહે છે સળગતો,
આ તરસતી રેત,હરણાં ક્યાં જશે
સાદ પાડે છે ગુફાઓ પણ હવે,
આ ગુફાને છોડી પડઘા ક્યાં જશે
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા"
No comments:
Post a Comment