અમે તો વરસાદી ફોરા
અમે તો વાદળના છોરા
સૌને ભીંજવીને ખુશ
આનંદ કરતા અમે ભોળા.
-અમે તો વરસાદી
અમે તો લાગીએ ગોરા
અમે તો લાગણીના દોરા
માટીમાં નિતારી હેત
માના ભરતા અમે ખોળા.
-અમે તો વરસાદી
અમે તો આકાશે કોરા
અમે તો સ્વાદમાં મોરા
ચાતક થતાં તૃપ્ત
તરસ્યાના તરતાં અમે ગોળા.
-અમે તો વરસાદી
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment