ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, February 8, 2017

મારા આંગણે આવેલી વસંત પર કાવ્ય

ખીલ્યું છે ફૂલ કેવું મારા આ બાગમાં,
ને ફોરમનો ઝરમર વરસાદ છે.
ફૂલોથી શણઘારી મોંઘેરી મોસમને,
કુદરતની સોનેરી દાદ છે.
                   ખીલ્યું છે ફૂલ....

મહેંકી ઉઠુ છું હું તો ફોરમના સ્પર્શે,
ને આંખોમાં સપનાના મોર છે ,
ગુંજે છે હૈયામાં સરગમના સુરોને,
રેલાતો મૌનનો સંવાદ છે.
                      ખીલ્યું છે ફૂલ....

વાસંતી વાયરામાં ઉમંગ લહેરાયોને,
કલરવ છવાયો આજ આંગણે,
મીઠાં રુદન, ને મીઠી કિલકારીમાં,
અમૃત ચાખ્યાનો આસ્વાદ છે.
                          ખીલ્યું છે ફૂલ....

અંતરમાં ઉમટેલી જીવનની આશા ને,
ખોળામાં જીવન નું હાર્દ છે,
ઈશ્વરના આંગણેથી માંગી ને લાવ્યો હું,
એવો અનમોલ પ્રસાદ છે.
                           ખીલ્યું છે ફૂલ....

હાર્દ

No comments:

Post a Comment