તારા વગર ગોરી મને એકલું નહી ફાવે,
સતાવે સતાવે ગોરી યાદ તારી સતાવે.
ચકોરી ને ચાંદ જેવો પ્રેમ છે આપણો,
ગ્રીષ્મમાં લહેરાતો તું છે ગરમાળો,
કોયલની કૂ કૂ નો તુ છે ટહુકારો,
ટહુકો કરીને મનડું હરખાવે.....સતાવે સતાવે
શ્યામની છે રાધા ગોરી,ગોપી તુ મારી,
શ્યામ કેરી ચાહત વાળી મીરા તુ મારી,
હું છુ કાનુડો તારો બંસી તુ મારી,
આવે આવે આવે યાદ તારી આવે.....સતાવે સતાવે
પ્રીતડીએ ગોરી તારી પાગલ બનાયો,
લાજ શરમ મેલી દલડું હારી આયો,
જેવો છું તેવો ગોરી મને અપનાયો,
ઓ ગોરી જ્યારે મુખડું મલકાવે...સતાવે સતાવે
તારા વગર ગોરી મને એકલું નહી ફાવે,
સતાવે સતાવે ગોરી યાદ તારી સતાવે.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment