ધૂળની વચ્ચે ધકેલે છે મને
તું લખોટી જેમ ખેલે છે મને
આપણે બે એકબીજાની ભીતર
હું તને ટ્હેલુ તું ટ્હેલે છે મને
મારી નસનસમા વહેતી હે,નદી
તું ક્ષણેક્ષણ રસથી રેલે છે મને
પંડિતો પેલી તરફ વાચે તને
આ તરફ તું કે ઉકેલે છે મને
હું તને ભણવાનું ભૂલી જાઉં તો
ઠોઠ સમજી કેમ ઠેલે છે મને
ભરત ભટ્
No comments:
Post a Comment