ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, April 29, 2015

હસ્તો રમતો આગળ ચાલુ, પણ ડગલા મારા પાછળ કૈક.

કદમ મિલાવું સમય સાથજો,
વ્હાલા છૂટે પાછળ કૈક.

પડાવની તો વાત કારોમાં,
મંજિલ દોડે આગળ કૈક.

હાથ નાના ને પકડ ઢીલી,
સંબંધ રેત બનીને સરકે કૈક.

ખુશ થાઉં કે દુઃખ ભરું હું,
મંજીલ મળતા ખૂટે કૈક.

હાથ ખાલીને નામ છે મોટું,
શું પાછા ડગલે મળશે કૈક ???
-હાર્દ

No comments:

Post a Comment