લજ્જા વગરના સૌન્દર્યની કશી કિમત નથી હોતી
કેટલાય ફૂલો એવાં છે જેમાં નજાકત નથી હોતી
ડાળેથી તોડી કચડી નાખે ક્રૂરતાથી સુંદર ફૂલોને
બધાય પુરુષોમાં આવી ઘાતકી આદત નથી હોતી
ચાંદીના સિક્કા હેઠે બની મજબૂરી મૂંગી ચિત્કારે
કોણ કહે છે એના દિલ મહીં શિકાયત નથી હોતી
શરાબ,શબાબ ને યૌવન બધું મોજુદ છેઅહીં
કિન્તુ રૂપના બજારમાં કદી મહોબત નથી હોતી
સલામ ! એ નારીને પેટ ભરે છેપથ્થરો તોડીને
શરીર વેચવાની બધાને આદત નથી હોતી
-'શામત'
(Thanks-Dipak Bagda)
No comments:
Post a Comment