એક સંબંધ અનોખો આપે છે.
દિલને દોસ્ત ભરોસો આપે છે.
અવિરત દોડતી જિંદગી ને,
ઊરના ઊતારે વિસામો આપે છે.
હોઉં છું હું કોની સાથે કયારે?
દરેક વાતનો ખુલાસો આપે છે.
ઘેરી વળે છે કદી મૌન એકાંત નું.
આવી સંવાદ મજાનો આપે છે.
ભટકી જાઉં છું દુઃખોના ખંડેરોમાં,
લઈ દુઃખ ખુશીનો ખજાનો આપે છે.
છે મિત્રતાની મહત્તા એજ કે,
કૃષ્ણ ને તાંદુલ સુદામો આપે છે.
બેસું કદી જો નિરાશાના કિનારે.
દાજી ને હૂંફ નો તરાપો આપે છે.
" दाजी "
No comments:
Post a Comment