માણું નિરાંત બે ઘડી તક આપતી નથી
આ જિંદગી જરાયે મચક આપતી નથી
ઘેરી વળી છે કેવી હવા ચારેકોર જે
મુક્તિના શ્વાસ લેવાનો હક આપતી નથી
પ્રગટે છે રોજે રોજ આ કેવી હવા જે
ચેહરા ઉપર કોઈના ચમક આપતી નથી
પડછાયા સાથ એકલા લડવાનું રાતદિન
પાછળથી કોઈ તેના કુમક આપતી નથી
જીવનની આ નિશાળના ધોરણનો પ્રશ્ન છે
જે પાક્કો યાદ છે તે સબક આપતી નથી
સઘળી દિશાઓ દૂરથી મંઝીલ બતાવતી
ત્યાં પહોચવાની કોઈ સડક આપતી નથી
તડકામાં આખું માથું ભલે ધોળું થાય પણ
આ રાત એને સુર્યપદ્ક આપતી નથી
'આદિલ' માર્યા પછી અમર થઇ શકાય છે
આ દુનિયા એની સેજે છલક આપતી નથી
~આદીલ મન્સૂરી
No comments:
Post a Comment