ના મળેલા સાથની ભીની નજર જોતો રહ્યો,
પ્રેમની પણ બાદ હું તારી અસર જોતો રહ્યો.
હોય છે અવસર ઘણાને હાજરી બનતો રહ્યો,
રોજ બદલાતો સમય તારા વગર જોતો રહ્યો.
ગૂંજતી ચારે દિશાને શોધતો હું લાગણી,
દફ્ન હૈયે લાગણીની એ કબર જોતો રહ્યો.
આભને છે શું ખબર કેવી અધૂરી આ ધરા,
હું ક્ષિતીજે પ્રેમની આ કરકસર જોતો રહ્યો.
યાદતારી રાતને ઘેરી રહી છે સ્વપ્નમાં,
તૂટતાં એ સ્વપ્ન નું મારૂ નગર જોતો રહ્યો.
રોજ મારી યાદમાં તારી છબીને શોધતો,
છે હજારો માં અહીં તું, દરબદર જોતો રહ્યો.
સૌરભ વિના ના ફુલ પર ન ગુંજતા એ ગીત સમ,
આવશે સરગમ બની એવી ડગર જોતો રહ્યો.
હાર્દ
No comments:
Post a Comment