આંખ સામે પ્રેમનો વિસ્તાર વધતો જાય છે,
આ હદયમાં એમનો વિસ્તાર વધતો જાય છે.
સામસામી ખોલતા બારી પછી જોતાં અમે,
એ ઇશારે , ખેલનો વિસ્તાર વધતો જાય છે.
લાખ સાંભળતા રહ્યા ફરિયાદ એની રાગમાં,
ને ગઝલમાં સૂરનો વિસ્તાર વધતો જાય છે.
કંઇક સંસ્મરણો તપે છે મન ઉપર ચૂલો કરી,
આયખામાં તાપનો વિસ્તાર વધતો જાય છે.
પાનખર તો ખૂબ ખીલી જિંદગીની સીમમાં,
બારણાથી રાહનો વિસ્તાર વધતો જાય છે.
વિસ્મયોની આજ અર્થી નીકળી છે વાતમાં,
ને વિચારે બોજનો વિસ્તાર વધતો જાય છે.
ઠોકરો ખાધી ને ઊઠી ત્યારથી 'જ્ન્નત' અહીં,
જિંદગીનાં અર્થનો વિસ્તાર વધતો જાય છે.
જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment