ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, January 12, 2017

ગૌતમ પરમાર "સર્જક"

સુકૂનની એકાદ પણ, એ પળ સુધી પહોચ્યા નહીં.
થાક્યા વિના દોડ્યા છતાં, મૃગજળ સુધી પહોચ્યા નહીં.

થઈને બરફ થ્રીજી ગયા, આ આંસુ  મારી આંખના,
અગ્નિ વિરહમાં જે તપી, વાદળ સુધી પહોચ્યા નહીં.

જેના મિલન કાજે નદી, અસ્તિત્વ પણ રહી ખોળતી,
ખારાશ છોડી સાગરો, એ જળ સુધી પહોચ્યા નહીં.

ક્યાંથી મળે એ શામળો, આખાં જગતમાં શોધતાય,
ઝાંખી નયન રાધાના એ, કાજળ સુધી પહોચ્યા નહીં

એને હશે પણ શુ ખબર, સર્જક હદય દર્દો વિષે,
જ્યાં મરજીવા માફક  કદી, એ તળ સુધી પહોચ્યા નહીં.

- ગૌતમ પરમાર "સર્જક"

No comments:

Post a Comment