માણસ થઈને માણસમાં અટવાયો છું,
જખ્મો માંગી રાહતમાં અટવાયો છું.
કોરી બેઠો મન મારું હું કાગળ પર,
શબ્દો થઈ ને કાગળમાં અટવાયો છું.
ભીની આંખે બાંધી મેઁ ,યાદો ભીની,
સાગર થઈને પાંપણમાં અટવાયો છું.
ઊંડે ઊંડે બળબળતા આ અગ્નિમાં,
ડૂમો થઈને સમજણમાં અટવાયો છું.
હું પણ બેઠો તો છલકાતા કિનારે,
ચાતક થઈને ચાહતમાં અટવાયો છું.
હાર્દ
No comments:
Post a Comment