અશ્રુ ?
આંખના કિનારા મળતા અને
છલકાતી જ્યારે બુન્દ!
તે આંશ્રુધારા ક્યા?
આ શું...?
એકરુપ નયન બંધ છે
ઉજાગરો આઠે પહોર...?
પલકારે ખરતા જે..!
જળજળિયા જાણે દિલને ટકોરે દીઘા દુ:ખ...
અને મનભરેલી આંખે સુખ
હરખાતા ધુટ્ટ...
પ્રચાર થતો હતો ....ત્યારે
અત્યારે ...આવતે દિ..
બધે જ બદલાતા બહુરુપ જાણે
આંસુ ખોટા-સાચા !
બનેલા ભાવોને મળેલી કાળીરાત...!
હવે...
ઊડા નીર આંખના જાણે
આશુડે ભરી છાબ..!
મોતી જેવા મૂલ્યવાન,
આ આંસુ મરણિયા છે
આ આંસુ શરણિયા છે
આ આંસુ જનમ્યા છે ?
જન્મતા શિશુની આંખે...!
ગ્રંથ-મહાગંથોમા રૂદન શબ્દ વાચ ...!
હશે આ જ!!
હવે..!
લખાશે!લખતી..
જળ ભરેલી આંખ ?
નિર્જળ થઈ !
રક્ત થઈ ગયા આંસુ હવે...!
રંગ બદલતી આંખે,
દર્પણ ક્યાં?
કેવી માનવ આંખ?
પરખાતી ભીની આ જ ?
નાટક થઈ ચુક્યો સંસાર ?
સંસારી જાણે ખોટી વાતો અને
ખોટી આંખ,
ખોટા કરે કલ્પાંત,
આંખે વૈરાગી-વૈરાગ..!કહે,
આજ-કાલ ઈશારે આંશ્રુધાર ?
આ શું ?
ટૂટેલા જર્જરીત પડદાંની જાખપ,
આંખ આડા કરતા હાથ અને
લાખોની આંખ આજ આંસુ વગરની,
કાચ બનેલું આંજણ ! હવે!
અંઘયુગ પડકાર,
ગ્રંથી સુકાણી છે આંસુની,
નિસ્તેજ આ આંખે,
કે'વાતા આંસુ જ નથી
દુ:ખનાં દરિયા છલકાશે ક્યાં ?
છે હવે આંખ..!!
જો ,સમયને પાંખ...!
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-05-02-2017
સમય-સવારે:9:00
No comments:
Post a Comment