ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, April 29, 2015

એમ નહિ કે બસ ગઝલમાં રાચતું કરવું હતું

એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું
હતું
આપણે તો આ નગરને વાંચતું કરવું હતું
એટલે તો ગટગટાવ્યું મોકલ્યું જે
એમણે
સોમ કે સોમલ બધુંયે ભાવતું કરવું હતું
હોઠ છો કૈં ના કહે પણ આંખ સમજે
એટલું
-ગુપ્ત રાખી શું કરું જેને છતું કરવું હતું
બંદગી, પૂજા, નમાજો, મંત્રજપ,
જાત્રા કે હજ
કોઇપણ રીતે ગગનમા પહોંચતું કરવું
હતું
આવશે વાંછટ છતાંયે બારણાં-બારી
ખૂલ્યાં
આંધળા ઘરને ફરીથી દેખતું કરવું હતું
ગાંઠ ખીલેથી વછોડી લૈ ગયા ડેલી સુધી
પત્ર આવે ત્યાં જ ફળિયું દોડતું કરવું
હતું
એમ નહિ કે બસ ગઝલમાં રાચતું કરવું
હતું
આપણે તો આ નગરને નાચતું કરવું હતું
~ ડો.નીરજ મેહતા

No comments:

Post a Comment