લાગણી..
ક્યારેક લાગણી વિહવળ બની ટળવળે !
બેકાબૂ દિલ મનોમંથન કરી સળવળે !
શું પ્રિતની રીતમાં આવી પ્રતિક્ષા હશે ?
મિલનનાં તલસાટમાં આંખો તરફડે?
એ...નાજૂક ફુલોએ કર્યો પ્રેમનો પ્રહાર.
વાગ્યો ઘાવ એવો ન કદી એની કળવળે !
અંધારી દૂરની લાંબી ..મંજિલમાં પણ...
સર્વત્ર એના જ પ્રેમનો પ્રકાશ જળહળે !
શ્રાવણ પણ યાદ બની આંખોમાં ઉતરે.....!
ભિંજાવા જઉ..ત્યાં ..આખેઆખુ ચોમાસુ મળે.
ધંમલ નીલા.એચ.
No comments:
Post a Comment