ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, March 29, 2016

'પીડા પર્યંત'ના ફૂલ

'પીડા પર્યંત'ના ફૂલ 
...........................................
ફૂલની સમજણ લઇ ખખડાવજો
ખોલનારો આખ્ખે આખો  ખુલશે 

ફૂલનું ખરવું જ બસ નિર્વાણ છે
ફૂલનું અત્તર થવું નિર્માણ છે 

સાયબો રસરંગનો શોખીન છે
ફૂલ એનું બોલતું પ્રમાણ છે

એક પંખી બાગ છોડી ને ગયું
ફૂલના મઘમઘ કટોરા વ્યર્થ છે 

ફૂલનો સ્હેજ પણ અર્થ જાણી ગયા
ફૂલની સેજ પણ ખૂંચવા લાગશે 

નામ મારાં કેટલા સર્જાય છે
ફૂલ એ દોરે છે જયારે હાથમાં

ફૂલ સમો ચહેરો ય  તમારો છે નહિ, હા –
ફૂલોના ચહેરા જ તમારી જેવા છે

           -સ્નેહી પરમાર

No comments:

Post a Comment