એક રંગ ગીત
મ્હોં મલકાવી ઊભો રિયો આંખોમાં આંખો પ્રોઇ.....
બલમ ! તુંને રંગોમેં દીયે ભીગોઇ....
એક રંગ સરવરિયો શ્રાવણ
દૂજો ફાગણનો ફાગ ,
ત્રીજો રંગ તે પલાશવનનો
કેસર. રંગ્યો. રાગ.....
લાલ રંગ દી લાલીમાને મુજ ગાલોમાં જોઇ,
બલમ ! તુંને રંગોમે દીયે ભીગોઇ....
ભૂરા રંગની ઉજ્જડતાથી
તેં જ ભર્યો રે બાગ ,
કરી કાંકરીચાળો રુમ્મક
ભીતર ઉડાડ્યા કાગ !
આંસુનાં રંગ ઊકેલવામાં મેં સૂધબૂધને ખોઇ,
બલમ ! તુંને રંગમેં દીયે ભીગોઇ....
--- અનિલ વાળા.
No comments:
Post a Comment