.
ચાલ ને સનમ રમીએ ,
એકબીજાને પ્રેમનાં રંગમાં બોળી,
તારી મારી આ સનમ,
છે પ્હેલી વ્હેલી હોળી.
તું ને હું ક્યાક ચાલ્યા જઈએ ,
વગડામાં એટલે દૂર,
સ્થળ, કાળને ભૂલી જાશું,
સાંભળશું દિલનાં આપણા સુર,
પરેશાન કરવાં નહી આવે;
ત્યાં કોઈ આપણને ટોળી.
એક કદમ જો તું ઉપાડે;
સો કદમ હું ચાલું ,
હિંમત હોય તોજ હા ક્હેજે;
વચન ન આપતી ઠાલું,
તને જોયા પછી મારા દિલે;
તારા નામની પુરી દીધી રંગોળી.
તારી મારી આ સનમ,
છે પ્હેલી વ્હેલી હોળી.
'નિરાશ' અલગોતર રતન
No comments:
Post a Comment