બારણેથી સ્હેજ હાલત ઝાંખવા આવો તમે,
દર્દની આ એક પીડા આપવા આવો તમે.
બીજુ તો શું થાય આવા દર્દનું ક્યો તો ખરા,
એક આશ્વાસન હવે તો આપવા આવો તમે.
પ્રેમ છે મારો જગતની સાવ અફવા જેટલો,
હોયજો ખોટી ખબર તો ટાળવા આવો તમે.
હું ફકીરોની જમાતો માં રહેતો જો સદા,
છે મજા કેવી અલખની માળવા આવો તમે.
આ બધું તૈયાર છે "આભાસ" તારા કામનું,
મોત આવીને ઉભું જો બાળવા આવો તમે.
-આભાસ
No comments:
Post a Comment