મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મૌન થયું છે ગાવા જેવું હરપળ ભીના થાવા જેવું
એક એક છે સૂર અનોખો ભીતર વાગે પાવા જેવું
અગન લગન મા મગન અહાહા નથી કશું સમજાવા જેવું જાત ધરમ શું નિજાનંદનો? સઘળું ખાખી બાવા જેવું
અલગ મળ્યું અજવાળું અમને સ્પર્શ થકી પ્રગટાવા જેવું
-વંચિત કુકમાવાલા
No comments:
Post a Comment