ઉંડાણમાં કશુંક દટાઇ ગયું,
આંસુથી દુઃખ લીંપાઇ ગયું.
પાંપણો પર અટકે છે સપનું,
તારી એક નજરે બંધાઈ ગયું.
ભરોસાથી ઝંખુ તને રાહમાં,
અંતિમ શ્વાસ લેતાં હંફાઇ ગયું.
ભીતરમાં જ ઉકેલ છે બધો,
આડંબરથી હૈયુ ડઘાઈ ગયું
તારું તને જ અર્પણ 'અર્ચના'
મુકિત તરસ્યુ મન ભરાઈ ગયું
- અર્ચના
No comments:
Post a Comment