ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, January 15, 2017

જશ્ન-એ-જોગી વોટ્સએપ ગૃપમાં રજુ થયેલ રવિવાર સ્પેસિયલ "ઘર" વિષય પરની રચનાઓ માણો..... (આભાર -જોગી જસદણવાળા અને જશ્ન-એ-જોગી ગૃપ) - સંકલન કે.એચ.ભાટિયા


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

માર્ગ સૌ પૂરા કરી આવ્યો છું તારા ઘર સુધી
પ્રશ્ન છે કે ક્યાંથી દાખલ થાઉં કાશાના માં હું
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

કહો દુશ્મન ને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ઝાહિદ, મને રહેવા દે તબાહી ભર્યા ઘર માં,
મસ્જિદ થી વધારે અહીં આવે છે ખુદા યાદ
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

દમ ક્યાં મળે નિરાંત ના બબ્બે છે જિંદગી
એક તારા ઘર થઈ દૂર, બીજી તારા ઘર સુધી
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

આનંદ લૂંટવો છે સતત દેખરેખ નો,
મહેમાન થઈને જઈએ જો દુશ્મન નું ઘર મળે
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

મોત વેળા ની આ ઐયાશી નથી ગમતી 'મરીઝ',
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ખંડેર છે છતાં કોઈ નકશો તો છે જરૂર,
જોવા મળે ન એટલું વેરાન ઘર નથી
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ત્યાં થી ફક્ત પસાર થવાનું રહી ગયું,
એ ઘર ગયું, એ રાહ ગયો, એ ગલી ગઈ
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

એ વાત અગર મૌન બને તો જુલમ બને,
ચાલે નહીં જે વાત ઘરે ઘર કહ્યા વિના
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

સદા અડધે રસ્તે થી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘર ની દિશા યાદ આવી
-મરીઝ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

દમ ક્યાં મળે નિરાંત ના બબ્બે છે જિંદગી
એક તારા ઘર થઈ દૂર, બીજી તારા ઘર સુધી
-મરીઝ

(તારા ઘર થી દૂર)

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

તું મારામાં જીવે એ અવસર બને,
શ્વાસે શ્વાસે બસ તું જ ઈશ્વર બને.

તું સંગાથે છે નો ભરોસો ગળા સુધી,
એટલે જ મકાન અચાનક ઘર બને.

આકાર કે નિરાકાર ના પ્રશ્નો ઉઠે છે,
જયારે વેદનાઓ પણ નશ્વર બને.

ક્યારેક જટિલ ને ક્યારેક સહજ રહે,
લાગણી મારી જ્યારે હમસફર બને.

અણમોલ થઇ ગઈ ભીની નજર,
બેશુમાર વહાલની જે અસર બને.
- અર્ચના

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

'બેફામ' તો ય કેટલું થાકી જવું પડ્યું
નહીંતો જીવન નો માર્ગ છે ઘર થી કબર સુધી
-બરકત વિરાણી 'બેફામ'

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

સૂર્ય જ્યાં ડૂબ્યો હશે સિંદૂર શો,
ગામમાં એક પાળિયાશું ઘર હશે.
-અજાણ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

મારા હ્રદય ને પગ નીચે કચળો નહીં તમે
કે ત્યાં ન માર્ગ જાય છે ઇશ્વર ના ઘર સુધી
-'બેફામ'

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ક્યાંક એ નીકળ્યા હમણા
ચાલો આજે ઘર માં રહીયે
-કૈલાસ પંડિત

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ક્યાં ખોટ કશાની છે ઘરમાં જીવું છું જાણે અવસરમાં,
આ કોણ યાદ આવ્યું મિસ્કીન કે જાત અધૂરી લાગે છે...

– રાજેશ વ્યાસ "મિસ્કીન"

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

મારા વિશે તું એવી રીતે બેખબર મળે,,,,,,
શોધે તું મારું ઘર અને મારી કબર મળે,,,,,,,
-અગ્યાત
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

એ જ છોડીને ગયાં છે ઘર હકીકતમાં,
રમ્યા'તાં જે કદી ઘર ઘર હકીકતમાં.

- વર્ષા બારોટ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ખાલી પડ્યા મકાનમાં ઉંદર રમી રહ્યાં
બીજું તે શું રમે, બધા ઘર ઘર રમી રહ્યા
-કિસન સોસા

No comments:

Post a Comment