ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, July 29, 2015

સમી સાંજનો ઢોલ ઢબૂકતો......

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે-
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
-અનિલ જોશી



Thanks :: Dipak Bagda

Tuesday, July 28, 2015

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?

-રમેશ પારેખ

આવન જાવન
જીવન મા ઘણા લોકો આવ્યા ને , ઘણા ગયા !
કેટલાક ને સાથે રેવુ હતુ પણ અમે રાખી ના શક્યા તો,
કેટલાક ને સાથે રાખવા હતા પણ તે રહી ના શક્યા !

કેવી છે આ કુદરત ની માયા ,
ઘણા વગર વરસાદે પલળી જાય છે તો
ઘણા બારે મેઘ માં પણ કોરા રહી જાય છે !
બને છે એવુ ,
જ્યાં પાળ બાંધવામા આવે ત્યાંથીજ પાણી વહી જાયછે
અને ક્યાંક કેટલીએ નદીઓ રણ મા સમાય જાય છે

આવન જાવન ની છે આ વ્યથા ,
ના કોઈ સમજ્યું કે ના કોઈ સમજી શકવાનુ
આપણે તો આવતુ-જતુ રેવાનુ !

- મહેન્દ્ર ઝણકાટ

तेरी गली से गुजर रहा था
तो सोचा उन खिङकियोँ को सलाम कर दूँ..

जो कभी
मुझे देख कर खुला करती थी.

तू जाहिर है
लफ्ज़ों में मेरे,

मैं गुमनाम हुँ
खामोशियों में तेरी...

છીએ મોતના ઋણી ને
રોજ મોત થાય છે,

ક્ષણે ક્ષણે પળે પળે ચિતા
બની જીવાય છે.

છતાં નથી અહી તહી એ
શબ્દ શોધાય છે,

લખી લખી ને કાગળે
માત્ર આકૃતિ રચાય છે.

ભલેને હોય માનવી
ટકી રહ્યો તું મૂળ પર,

લેવાશે આખરી ઘડી
નામ તારું ધૂળ પર.

ભરી ભરીને રાત દિન
ભેગું કર્યું  તે એજતો ,

સજાવે પાલકી મહી
કમાયો બસ એજ તું.

-હાર્દ

"नीचे गिरे सूखे पत्तों पर ज़रा अदब से ही चलना
कभी कड़ी धूप में तुमने ईन्ही से पनाह माँगी थी।"

अजीब है महोब्बत का खेल , जा मुझे नही खेलना
रूठ कोई ओर जाता है , टूट कोई ओर जाता है ।

सिर्फ तुम्हे पसंद हो
वो अल्फ़ाज़ से शायरी तो बना लेता हु,
लेकिन
जो सिर्फ तुम्हे पसंद आये
वो दुनिया बनाने की ख्वाहिश हे मेरी !!

बेक़ैफ़ दिल है और जिये जा रहा हूँ मैं
खाली है शीशा और पिये जा रहा हूँ मैं

मजबूरी-ए-कमाल-ए-मुहब्बत तो देखना
जीना नहीं कबूल जिये जा रहा हूँ मैं......

Saturday, July 25, 2015

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,

ચાલ ગરબડ જરા
ગ્રંથોમા કરી જોઇએ,

રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..!
ફરક શું પડશે એમાં
એમની મહાનતા ને,

ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ....
અઝાન પછી મંદિર ને
દેવળે દેવાય,
ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ...,

મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ...!
શયન-મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની
પઢી જોઈએ...,

જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી લઈએ...!
ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ...!!!

Thanks-bh'Art,

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,

ચાલ ગરબડ જરા
ગ્રંથોમા કરી જોઇએ,

રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..!
ફરક શું પડશે એમાં
એમની મહાનતા ને,

ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ....
અઝાન પછી મંદિર ને
દેવળે દેવાય,
ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ...,

મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ...!
શયન-મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની
પઢી જોઈએ...,

જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી લઈએ...!
ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ...!!!

Thanks-bh'Art,

એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર
ગોપીઓ પણ નહિ આવે રાસ વગર,

જગત માં બનવું છે બધા ને રામ
અને તે પણ વનવાસ વગર .

Thanks - Lala lakhnotra

दाग तेरे दामन के धुले ना धुले
नेकी तेरी कही तुला पर तुले ना तुले.....
मांग ले अपनी गलतियो की माफी खुद से.
क्या पता आँख कल ये खुले ना खुले....

કવિ શ્રી દુલા ભાયા કાગ

વડલો કહે મારી વનરાયું સળગી ને,
છોડી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..

-કવિ શ્રી દુલા ભાયા કાગ


Thanks-Raghav

પ્રેમની વ્યાખ્યામાં શું લખું,
મારા માં છે તું,
વધારે શું લખું.

-હાર્દ

બેખુદી જે સભામાં લાવી છે....

બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.

શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !

ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?

માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !

પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.

– વિવેક કાણે ‘સહજ’

મેં સરવાળા કર્યા સૌના,
ને ખુદ ને ગણ્યો નહિ..
.
.
તો જગત આખું સમજ્યું કે
હું બરાબર ભણ્યો નહિ.


લજ્જા વગરના સૌન્દર્યની કશી કિમત નથી હોતી
કેટલાય ફૂલો એવાં છે જેમાં નજાકત નથી હોતી
ડાળેથી તોડી કચડી નાખે ક્રૂરતાથી સુંદર ફૂલોને
બધાય પુરુષોમાં આવી ઘાતકી આદત નથી હોતી
ચાંદીના સિક્કા હેઠે બની મજબૂરી મૂંગી ચિત્કારે
કોણ કહે છે એના દિલ મહીં શિકાયત નથી હોતી
શરાબ,શબાબ ને યૌવન બધું મોજુદ છેઅહીં
કિન્તુ રૂપના બજારમાં કદી મહોબત નથી હોતી
સલામ ! એ નારીને પેટ ભરે છેપથ્થરો તોડીને
શરીર વેચવાની બધાને આદત નથી હોતી
-'શામત'

(Thanks-Dipak Bagda)

નરેન

ઝાંઝવા જેને સમજતા હોયને જળ નીકળે
યાદ એની આવતા આખું જીવન પળ નીકળે

જિંદગી આખી ઇશારાથી કરી છે માવજત
એ જ જણ સન્મુખ મળે ને આંસુ ખળખળ નીકળે

જિંદગી તારા વિના સુનકાર લાગે છે મને
ને હકીકતમાં એ શબ્દો સાવ પોકળ નીકળે

કાયમી આધાર છું તારો ફિકર કરતો નહી
દોસ્તની વાણી જરૂરત હોય તો છળ નીકળે

સાવ નક્કર કાળજાની માલિકણ છું ઓ”નરેન”
એ “મહોતરમાની” અંદર મખમલી સળ નીકળે
-નરેશ કે.ડૉડીયા

કાચબા સમ ચાલવાની વાત છે

કાચબા સમ ચાલવાની વાત છે
લક્ષ્ય ઉપર પહોંચવાની વાત છે

ધમપછાડા કૈક કીધા આપણે
ખેવના ખંખેરવાની વાત છે

ડૂસકાં, ડૂમા અને લઈ વેદના
પ્રેમને પડકારવાની વાત છે

આમ તો ચમકી રહ્યા લાખો રતન
જાતને શણગારવાની વાત છે

પૃષ્ટ પલટાવી અને જોઈ લીધું
વારતા વિસ્તારવાની વાત છે

થાય જો ખોટા સવાલો ભીતરે
ઉત્તરો આપી જવાની વાત છે.
-પારુલ બારોટ

Friday, July 24, 2015

અફસોસ કેટલાય મને આગવા મળ્યા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

- ભરત વિંઝુડા

અમથો ખુશ થાઉં છું

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

पीनेकी आदत थी मुझे,
"उसने" अपनी कसम देकर छुडा दी...

शाम को यारों की महफिल में बैठा तो,
यारों ने "उसकी" कसम देकर पीला दी...

मुहब्बत में करे क्या कुछ किसी से हो नहीं सकता
मेरा मरना भी तो मेरी ख़ुशी से हो नही सकता

न रोना है तरीक़े का न हंसना है सलीके़ का
परेशानी में कोई काम जी से हो नहीं सकता

ख़ुदा जब दोस्त है ऐ 'दाग़' क्या दुश्मन से अन्देशा
हमारा कुछ किसी की दुश्मनी से हो नहीं सकता
-दाग़ देहलवी

રોજ તારા આવ​વાની રાહમા રસ્તો નિહાળ્યા કરુ છુ,
ખોબલે ખોબલે પુષ્પોથી રસ્તો શણગાર્યા કરુ છુ,
તુ આવ અને મહેકાવી દે મારા જીવન ઉપ​વનને,
તારા માટે જ પ્રેમના પુષ્પોની માળા ગૂન્થ્યા કરુ છુ.  
-ઘનશ્યામ ચૌહાણ 'શ્યામ'

દલિત કવિ સંમેલન.

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી નિમિતે જામનગર મહાનગરપાલિકા દલિત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો તેમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
કવિ ગણ :
પ્રવીણ ગઢવી
સાહિલ પરમાર
અરવિંદ વેગડા
હરજીવન દાફડા
નીલેશ કાથડ
શિવજી રૂખડા ‘દર્દ’
ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’
સ્નેહી પરમાર
ડૉ. નીરજ મહેતા
ગૌતમ રાઠોડ
***
તારીખ: ૨૫.૦૭.૨૦૧૫
સમય: ૫.૦૦ કલાકે
સ્થળ : ડો. આંબેડકરભવન, સાત રસ્તા, જામનગર
નિમંત્રક : ડો. અશોક ચાવડા (કન્વિનર)

ક્યારેક સપનાં, ક્યારેક ભ્રમણા હોય છે,
જીવન સુખ દુઃખની એક રમણા હોય છે.
- ગૌતમ રાઠોડ

એ રીતે શ્રમનું મને વળતર મળે,
થાક દિવસે, રાતના કળતર મળે.
ખૂબ મોટું ગાદલું ફૂટપાથનું,
ઓઢવાને રાતની ચાદર મળે.
- ડૉ. નીરજ મહેતા

ડાળખીથી સાવ છુટ્ટા થઇ ગયેલા પર્ણમાં
કેટલા નીચા તમે મૂક્યા અમોને વર્ણમાં
કૂખ કુંતીની જ ,કારણ દેહનું તોયે છતાં
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં
- ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’

My Favourite Gazal.........

ના કરેલી ભુલોની સજા રૂપે અમારા માટે
રસ્તા પર અહિં કાટા બિછાવ્યા છે,
અમે પણ તે રસ્તા પર ચાલીને માર્ગમાં એમના ફુલ સજાવ્યા છે.

હોઠ પર હાસ્યનુ આવરણ ચઢાવી
આંખનાં કંઇક આંસુઅો છુપાવ્યા છે,
વાક્યોનાં પ્રહારથી દિલ પર પડેલા ઘા કયાં કદી કોઇને પણ બતાવ્યા છે.

ભલે એકલા સહન કર્યા કંઇક દર્દો
બીજાનાં દિલને કદી કયાં સતાવ્યા છે,
ના થઇ શકયા લોકો જેવા સ્વાર્થી કંઇક સ્વાર્થોએ અમને પણ લલચાવ્યા છે.

જે કતુ સત્ય જાણવાથી જીવન બને ઝેર
એવા પણ કંઇક સત્યોને પચાવ્યા છે,
તમે જાતેજ હવે નક્કી કરો કે ઇશ્વરે અમને કઈ માટીનાં બનાવ્યા છે.
- જાણ નથી

Thursday, July 23, 2015

જિન્દગીની આ શોધખોળમા આખરે એક ઉત્તર જડ્યો,
શોધતો રહ્યો પથ્થરોમા ને "શ્યામ" રૂદિયામાથી મડ્યો.

-ઘનશ્યામ ચૌહાણ 'શ્યામ'

Wednesday, July 22, 2015

ખાલિપો મબલખ ભર્યો છે આંખમાં તું આવને

ખાલિપો મબલખ ભર્યો છે આંખમાં તું આવને
સ્પર્શનું પોષણ મને આપી ફરી ફણગાવને.

જાત મારી કાયમી પઙતર પડી રહેતી હતી
લાગણીનો ભાર દઈ ને હેતથી ઉચકાવને.

બુંદ જેવો હું પકડમાં કોઈની આવ્યો નહી
એક દરિયાને નદી થઈ તું હવે સપડાવને

કોઇ રૂપાળા વદનને જોઇ લાલચ ના અડી
સ્મિત તારૂં દઇ મને કારણ વિના લલચાવને

ક્યાં ટકોરાની કિમત સમજાઇ આ મનદ્રારને
આગળીનાં સ્પર્શ નાજુક દઇને તું ખખડાવને

આમ તો દિલથી તું ભોળી છે છતા નખરા કરે
પ્રેમનાં નામે આ શાયરને તું ના તડપાવને

તું સલામત રહે દુઆ માંગું તો રબ બોલ્યાં મને
બંદગીમાં ઇશ્ક કરવાની મજા સમજાવને

આ સફરમાં લાખ ચ્હેરા જોઇને લાગ્યુ મને
એ “મહોતરમા”જચે મારી નજરનાં ભાવને
-નરેશ કે.ડૉડીયા

આગમનથી એના પ્રક્રુતિ સોળે કળાએ ખીલી છે.
ધરતીએ એ પણ એની જલધારા સ્વયમ ઝીલી છે.
ભલે તૂ આવ​વામા થોડો મોડો પડ્યો મેઘ,
પણ તુ આવ્યો ને એ જ તો તારી દરિયાદિલી છે.  
-ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)

Tuesday, July 21, 2015

कहना ही पड़ा उसे शायरी पढ़ कर हमारी....
कि कंबख्त की हर बात मोहब्बत से भरी होती है...

°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•

मुहब्बत में झुकना कोई अजीब बात नहीं, चमकता सूरज भी तो ढल जाता है चाँद के लिए !!

જોઇ વ્રુક્ષને લપેટાઇ રહેલી એ વેલી,
મને યાદ આવી ગઇ મારી બચપન એ સહેલી,
મુજમા મસ્ત હતી ને મારામા જ હતી એ  ઘેલી,
નદીના કિનારે જ અમે પ્રેમની એ રમત ખેલી.
નથી આજ મારી પાસે એ સહેલી અને નથી પેલી વ્રુક્ષને લપેટાઇ રહેલી એ વેલી,
જાણે પ્રિતની એ મૌસમ પણ બની ગઇ છે એક પહેલી. 

-ઘનશ્યામ(શ્યામ)

લઘુકથા : જોડાનો ઘા.


ગિરધરની હાલત કફોડી થઇ ગઈ. માંડ માંડ પેટિયું નીકળતું હતું, ત્યાં હાથમાં ઝાલ્યા જેવો પુત્ર કાનજી ભયંકર વ્યાધિમાં સપડાયો. ઊલટી કરે ને કોગળો લોહી તૂટી પડે.
ગિરધર ગામમાં બે-ચાર જગાએ પૈસા માટે જઈ આવ્યો. કોઈએ 'હા' ભણી નહિ.થાકી-હારીને તે કાનજીના ખાટલા પાસે, માથે હાથ દઈ બેસી પડ્યો.
'કાનજીને વધારે છે ' - વાવડ પ્રસરતા, થોડીવારમાં જ ઓસરી માનવમેદનીથી ઊભરાઈ ગઈ,ગિરધર શૂન્યમનસ્ક ભાવે , ટોળામાં થતી ગુસપુસ સાંભળતો રહ્યો.
' બાપ જેવો બાપ થઈને છોકરાને મારી નાખવા બેઠો છે .'
'હા....જુઓને ....આટલું બધું લોહી તૂટી પડ્યું છે તોય દીકરાને દવાખાને લઇ જવાનું સૂઝે છે ?'
' અરે, આ છોકરો તો હવે ઘડી બેઘડીનો મેં'માન હોય એવું લાગે છે, તોય જુઓને ..બાપ નિરાંતે બેઠો છે ..!'
ગિરધરને કહેવાનું મન થઇ આવ્યું, ' સાલાઓ ...કોઈએ રાતી પાઈ પણ આપવી નથી ને ઉપરથી ઉપદેશ આપવા નીકળી પડ્યા છો ..? '....પણ તે ચૂપ રહ્યો.
'એલા ઓ ...કેમ ભેગાં થયાં છો ? ' પાછળથી સત્તાવાહી અવાજ સંભળાયો.
' અરે .....જમાદાર સાહેબ ...તમે ..?.....જુઓ ને.....ગિરધરનો કાનજી બહુ માંદો છે.' એકે કહ્યું.
' સવારથી લોહીની ઊલટી ચાલુ છે પણ ગિરધરના મનમાંય નથી.' બીજાએ ટાપસી પૂરી.
જમાદાર સાહેબે એક કરડી નજર ટોળા પર ફેરવી ને કોઈ કાંઈ બોલે કે સમજે એ પહેલાં પગમાંથી જોડો કાઢ્યો ને ગિરધરની છાતી પર ઘા કર્યો.ટોળું અરેરાટી કરી ઊઠ્યું, ' બિચારાનો છોકરો મરણપથારીએ છે અને આ જમાદારને અહી પણ રોફ જમાવવો છે ..?!!'
ગિરધર પણ અણધાર્યા ઘાથી ડઘાઈ ગયો.તેણે ખોળામાં પડેલો જોડો હાથમાં લીધો, એ સાથે જ તેની આંખમાંથી અશ્રુધાર વહેવા લાગી; જોડામાં 'સો -સો'ની પાંચ નોટો હતી.
- મગન મકવાણા ' મંગલપંથી'

(Sender-Dipak)

जिंदगी के रूप में दो घूंट मिले,

इक तेरे इश्क का पी चुके हैं और
दुसरा तेरी जुदाई का पी रहे हैं !!

વ્યથાઓ ની કથાઓથી
ધધકતી છે ધરા સારી,

વ્યથા મારી વ્યથા તારી
રચાવે છે ગઝલ સારી.

બને શબ્દ એ ભારી
વ્યથામાં ડૂબકી મારી.

સુણાવે છે એ જયારે
કથા તારી કથા મારી.

લખાય છે લોહીથી શબ્દો,
ઘવાઈ જયારે કલમ મારી.

સહાસે શું આ કાગળ થી?
વ્યથાની આ ચિનગારી.

સહારો છે સહારો દે,
બની ને પ્રેરણા મારી.

તડપતા પ્રતેક પ્રેમીને,
જીવાડે છે ગઝલ મારી.

હાર્દ

આપણા સંબધનું નામ
એટલે
કેલેન્ડરમાંથી
તમે ફાડી નાંખેલું
અને મેં
વાળીને રાખેલુ પાનું …!!

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

(Thanks-Dipak )

મહોબ્બત ના સવાલો ના કોઈ ઉત્તર નથી હોતા .. !!
અને જેટલા હોય છે તેટલા સદ્ધર નથી હોતા .. !!
મળે છે એક જ પ્રેમી ને સાચી લગન દિલ ની .. !!
બધાય ઝહેર પીનારા કઈ શંકર નથી હોતા .. ..!!
શીતલ પરમાર

This is Painted by :: Samat bela

તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે..

(Thanks-pravin)

સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.
- અમૃત ‘ઘાયલ’

Monday, July 20, 2015

मत सोच कि मैं तुझे भुला नहीं सकता,
तेरी यादों के पन्ने मैं जला नहीं सकता,
कश्मकश ये है कि खुद को मारना होगा,
और अपने सुकून की खातिर,
तुझे रुला नहीं सकता।

-αℓσиє_sταя

अजीब जुल्म करती है तेरी ये यादें...
सोचू तो बिखर जाऊ...
ना सोचू तो किधर जाऊ...

सुहाना मौसम ओर हवा मे नमी होगी
आशुंओ की बहती नदी होगी

मिलना तो हम तब भी चाहेगे आपसे
जब आपके पास वक्त और
हमारे पास सासों कि कमी होगी

Sunday, July 19, 2015

  તને મે ચાહી
મારા જ સ્વપ્ન થકી
  ફક્ત તને જ
 
    -  ધનેશ મકવાણા

  આવી ને ગઇ
પેલી અેક છોકરી
  દિલ ને લઇ

    - ધનેશ મકવાણા

My dear friend .... હાયકુ

Taro abhav
Sachvyo; chopdima
        Gulab jem.

- prahlad jani "tanha"

अपनी तलाश, कुछ भी न पाने का सिलसिला

अपनी तलाश, कुछ भी न पाने का सिलसिला
सुखी नदी में, नाव चलाने का सिलसिला

आखिर सफ़र ने प्यास के, पी ही लिया लहू
खा ही गया परिंदे को दाने का सिलसिला

रूठी रहेगी यू ही कहाँ तक ऐ जिंदगी
चलना हैं कब तलक ये मनाने का सिलसिला -

��राजेश रेड्डी

टुकड़ा वो बांस का जिसे फूकां नहीं गया,
ये जिस्म जी रहा हैं उसी बांसुरि का सच

- राजेश रेड्डी

कच्चे रंग उतर जाने दो मौसम है गुज़र जाने दो

कच्चे रंग उतर जाने दो
मौसम है गुज़र जाने दो
वो कब तक इन्तज़ार करती
कोहरे में खड़ा हुआ पुल तो नज़र आ रहा था
लेकिन उसके सिरे नज़र नहीं आते थे
कभी लगता उसके दोनों सिरे एक ही तरफ़ हैं
और कभी लगता इस पुल का कोई सिरा नहीं है
शाम बुझ रही थी और आने वाले की कोई आहट नहीं थी कहीं
नीचे बहता दरिया कह रहा था
आओ मेरे आग़ोश में आ जाओ
मैं तुम्हारी बदनामी के सारे दाग छुपा लूंगा
मट्टी के इस शरीर से बहुत खेल चुके
इस खिलौने के रंग अब उतरने लगे हैं
कच्चे रंग उतर जाने दो ...
नदी में इतना है पानी सब धुल जाएगा
मट्टी का टीला है ये घुल जाएगा
इतनी सी मट्टी है दरिया को बहना है
दरिया को बहने दो सारे रंग बिखर जाने दो

---गुलज़ार

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું ?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો

શું કામ જઇ બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ, કાગડો મરી ગયો

- રમેશ પારેખ