દાખવે જો રુચિ થોડી છંદમાં,
આવશે તારી ગઝલ પણ રંગમાં.
શું ઉતાવળ છે ભલા તારે કહે?
આપણે ક્યાં ખેલવું છે જંગમાં?
કામ ફાવે તો ગઝલ પણ ફાવશે,
છંદ રાખી લે બધા તુજ સંગમાં.
આમ જાણી જોઇ ભૂલો તું કરી ;
નામ પોતે કાં લખાવે નંગમાં??
સાંભળો યારો ગઝલ છે એકલી,
છંદ આવ્યા છે ગઝલના ઢંગમાં.
વાત આમાં છે તમારી પણ 'ચિરાગ'
કોણ કે'છે તે લખી આ વ્યંગમાં..!!
– 'ચિરાગ' ભટ્ટ
No comments:
Post a Comment