ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, January 19, 2017

કવિ શ્રી ડૉ. ભાવેશ જેતપરિયા સાહેબ ના મત્લા પરથી લખેલી ગઝલ .


કોણ વાર્તા કાલની આજે કહે છે,
કોણ છે જે રોજ ઉગી આથમે છે.
.
કોણ છે જે આગની સાથે રમે છે,
તોય સૌને પ્રેમથી ઠંડક ધરે છે.
.
એ જલાવે દિન ભર, ખુદ પણ જલે છે,
રાતના પણ ચાંદની એ પાથરે છે.
.
ચાંદ મારી જેમ બેઠો એકલો જો,
એટલે એ પણ મને જોયા કરે છે.
.
દિલ મારુ આપવું છે એમને તો,
પણ છુપાઈ મુજથી એ ફરતી રહે છે.
.
એક તરફી તો નથી આ પ્રેમ મારો,
હું મરું છું એમ મુજ પર એ મરે છે.
.
પ્રેમ એને કેટલો છે જોઈ લે તું,
I Love You રોજ મુજને એ કહે છે.
.
ભેટ આપું હાથમાં એના પછી તો,
કેટલું એ પ્યારથી ચુંબન ભરે છે.
.
મિત્ર મારા પ્રેમમાં પાગલ થયો છે,
એવું દુનિયા ને તો એ કહેતી ફરે છે.
.
માંગ મારી પાસ જે કંઈ જોયતું હો,
માંગ પુરી કરવી મુજને બઉ ગમે છે
.
દોડવું છે તેજ મુજને તો બધા થી,
ને પહોંચી જાવું સૌથી મોખરે છે.
.
હું બધી એનીજ વાતો ને લખું છું,
પ્રેમ મારો શબ્દ માંથી નીતરે છે.
.
ભૂલવાની તો નથી આદત મને જો,
વર્ષ જૂની વાત મુજને સાંભરે છે.
.
મિત્ર કોઈથી કદી ડરતો નથી પણ,
કેમ તારી પાસ એ મૂંગો ફરે છે.
.
રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment