સમાવી શકાય એવી વાત છો તું,
દિલથી કહેવાય એવી વાત છો તૂ
મારુ અસ્તિત્વ તો એક બીંદુ જેટલું,
મારા માટે આખી કાયનાત છો તું.
ક્યાં બહાર ગોતૂ તુજને હવે કહે યાર.
મારા જ ભીતરની મારી જ જાત છો તું.
જેની ચાહના કરી એ જિંદગી ભર,
એવા સપના સાથેની રાત છો તું.
બહું તપશ્ચર્યા પછી મળી છે મને,
પરમ તત્વની દોસ્ત મુલાકાત છો તું.
કેમ કરું કાબુમાં આ યાદોને તારી,
મારી ભીતર ઉઠતું ઝંઝાવાત છો તું.
હકીકતથી પરે લાગે છે જો 'આભાસ',
ન સમજાય એવી ખ્યાલાત છો તું.
-આભાસ
No comments:
Post a Comment